Category Archives: પ્રવૃત્તિઓ

દેશનાં સ્વપ્નદ્રષ્ટા અને શિલ્પી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિન ઉજવાયો

કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતદેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફ૨સાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ભુજ શહેર ભાજપ આગેવાનો શ્રી બાલકૃષ્ણ મોતા, જયદિપસિંહ જાડેજા, અશોકભાઇ હાથી, રાજેન્દ્રસિંહ જાડેજા, જયંત ઠક્કર, હિરેન રાઠોડ, નિકુલ ગોર, આશિકાબેન ભટ્ટ તથા સર્વે કાર્યકરોએ ઉપસ્થિત રહી […]

સ્વ. વાસુદેવભાઇ ઠક્કરને ૧૪મી પુણ્યતિથિએ અંજલિ અપાઇ

શ્રેષ્ઠીવર્ય, અને માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઇ રામદાસ ઠક્કરની ચૌદમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કરશનભાઇ ભાનુશાલી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કરે ભાવાંજલિ […]

અઢી દાયકા પછી પિતા-પુત્રનું થયું મિલન પુત્ર છ મહિનાનો હતો ત્યારે પિતાએ ઘર છોડ્યું હતું. પતિ એક દિવસ ચોક્કસ ઘરે આવશે તેવી રાહ જોઇ પત્ની બેઠી હતી. ગામ લોકો આશ્ચર્યચકિત થયા

બિહારના પટના જીલ્લાનાં બિયાટ એરીયાનાં રાયડીવી ગામનો રાજકિશોર ઉ.વ. ૩૦ ગુમ થતાં પરિવારજનો તેની સતત ચિંતા સેવી હતી. અને તેની શોધ ચલાવી હતી. ભારતનાં જુદા-જુદા રાજ્યોમાં તે સતત રખડતો-મટકતો રહ્યો હતો. આખરે તે રેલ્વે માર્ગે ભુજ આવ્યો હતો. એક મહીનાં પહેલાં તે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવથોતના રફીક […]

આંતરરાષ્ટ્રીય ખેલાડી માનસિક દિવ્યાંગ હાલતમાં મળી આવ્યો
વર્ષ ૨૦૧૫ માં ભારત તરફથી ઓલમ્પિકમાં ભાગ લીધો હતો

વર્ષો પહેલા નેપાળ રહેતો પરિવાર અને ત્યાર પછી વર્ષોથી મુંબઇનાં અંધેરી નગરને પોતાની કર્મભૂમિ બનાવનાર નીતીનસિંઘ નરેન્દ્રસિંઘે ઉ.વ. ૩૦ છ મહિનાં પહેલા માનસિક સમતુલન ગુમાવી ઘર છોડ્યું હતું. અને તે સતત રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે સોરાષ્ટ્રના સોમનાથના ‘નિરાધારનો આધાર માનવસેવા દુષ્ટ,, આશ્રમ સુધી પહોંચ્યો. ત્યાંના જનકભાઈ પારેખ અને ધ્રુવભાઇ સોલંકી તથા સ્ટાફ સર્વેએ […]

માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવતા પબીબેન રબારી

કચ્છનાં મહિલા અગ્રણી શ્રીપબીબેનને માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની બુક અર્પણ કરી હતી. શ્રી પબીબેને માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

માનવજ્યોતને ૧૦ પંખા અર્પણ કરાયા

જી.આઇ.ડી.સી. નાં સ્થાપના દિન નિમિત્તે જી.આઇ.ડી.સી. ભુજ કચેરી દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને ૧૦સિલીંગ ફેન અર્પણ કરાયા હતા. પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોની, દિપેશ શાહે આભાર માન્યો હતો.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની ટીમે માનવજ્યોત સંસ્થાની મુલાકાત લીધી

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની ટીમે માનવજ્યોત સંસ્થા ભુજની મુલાકાત લઇ સંસ્થાની કચ્છભરમાં ચાલતી પ્રવૃત્તિઓની માહિતી મેળવી લીગલ એન્ડ ડિફેન્સ કાઉન્સીલે ખુશી વ્યક્ત કરી હતી. કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને જજ શ્રી આર.બી. સોલંકી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં ડેપ્યુટી સેકશન ઓફિસર શ્રી અલ્પેશભાઇ ત્રિવેદી, એડવોકેટ શ્રી આર.કે. સમેજા, […]

માતવજ્યોત દ્વારા શ્રાદ્ધ તિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોચાડવામાં આવશે. શંક […]

હોમિયોપેથીક કેમ્પનો ૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ભુજનાં માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી રઘુવંશીનગર મહાકાલેશ્વર મંદિર ચોક મધ્યે યોજવામાં આવેલ નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પનો ૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. મંદિરના પુજારી વિઠ્ઠલગીરી ગોસ્વામી, ડો. પ્રતિક્ષાબેન પવાર અને માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુક્યો હતો. […]

બિદડાનાં વાડી વિસ્તાર નર્મદા કેનાલ પાસેથી મળી આવેલ નિવૃત્ત ઇન્ડીયન આર્મી મેનને ઘર શોઘી અપાયું

રાજસ્થાનનાં જયપુર શહેરનાં ગોપીરામ રાઠોડ ઉ.વ. ૫૪ ગુમળતાં શિક્ષીત પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. પરિવારજનો તેને શોધવા નીકળી પડ્યા. માત્ર અંગ્રેજી અને હિન્દી બોલતા ગોપીરામ કચ્છનાં બિદડા ગામનાં વાડી વિસ્તારની નર્મદા કેનાલ પાસેથી મોટા ભાડિયાનાં કલ્યાણભાઇ ગઢવી તથા સજણભાઇ ગઢવીને મળી આવતાં તેમણે નાના માડિયાનાં દેવાંગભાઇ ગઢવી મારફતે સંદેશો માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડ્યો હતો. […]