Category Archives: પ્રવૃત્તિઓ

પશ્ર્ચિમ બંગાળનાં બે યુવાનો 3 વર્ષે ઘરે પહોંચ્યા

પશ્ર્ચિમ બંગાળનાં બે યુવાન સૌરભ ઉ.વ. 25 રહેવાસી પૂર્વ મેઝરીપુર તથા અનુપમદાસ ઉ.વ. 40 રહેવાસી પૂર્વ મેઝરીપુર ગુમ થતાં બંનેના અલગ-અલગ પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી. આખરે રખડતો-ભટકતો સૌરભ 3 વર્ષ પછીબાયડના જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા આશ્રમ મધ્યે જયારે અનુપમદાસ સાડા ત્રણ વર્ષ પછી સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમ મધ્યે પહોંચ્યા હતા. ત્યાંનાં […]

લીંબોડી બિજારોપણ કરી, વૃક્ષ ઉછેર કરી, પર્યાવરણને બચાવીએ કોટી વૃક્ષ અભિયાન- બીદડા

માનવ સેવાનાં વિવિધ ક્ષેત્રે વિવિધ દાતાઓ અને સંસ્થાઓનાં સહયોગથી પ્રકૃતિ અને સમાજનો ઋણ અદા કરવાનાં વિવિધ કાર્યોમાં નમ્ર સેવા આપી રહેલ વિવિધ સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્રે પણ અનુદાન આપવા નમ્ર પ્રયાસ કરી રહી છે. કારણ કે આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ના પ્રશ્ને જબરી ચિંતા ઊભી થઈ છે. એટલે માનવ સેવાનાં ક્ષેત્રમાં કાર્ય કરતીપ્રત્યેક સંસ્થાઓએ આ […]

વરસાદી વાતાવરણ વચ્ચે જરૂરતમંદલોકોને રાશનકીટ તથા ભોજન પહોંચાડાયું

છેલ્લા 4 દિવસથી ભુજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારોને રાશનકીટ તથા ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કર, પ્રવિણ ભદ્રા, ગોવિંદભાઇ પાટીદાર, નિતીન ઠક્કરે જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી. ગરીબ પરિવારોએ સંસ્થાને આર્શિવાદ […]

“મજુરી મુક્ત” બાળકોને હોટેલમાં જમાડાયારોટરી કલબ ઓફ ભુજ વોલસીટીની અનોખી પહેલ

રોટરી કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યામંદિરનાં મજુરી મુક્ત બાળકોને ભુજની “ધ ગ્રાન્ડ ફલેવર્સ હોટેલ,,માં લઇ જઇ ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ. જે બાળકોએ હોટેલ જોઇ નહતી… જે બાળકો હોટેલમાં કયારે જમ્યા નથી તેવા બાળકોને નવી-નવી વાગીઓ સાથે પંજાબી, સાઉથ ઇન્ડીયન ભોજન ભરપેટ જમાડવામાં આવેલ. હોટેલમાં નવી-નવી આઇટમો જમી બાળકોએ […]

16-16 વર્ષ પછી પિતા-પુત્રો અને ભાઇ-ભાઇ તથા પતિ-પત્નીનું મિલન યુવાનને સત્કારવા ગામ લોકો ઉમટી પડ્યા.

મહારાષ્ટ્રનાં નાશિક જીલ્લાનાં લાસલર્ગાંવનો સંજય એકનાથ એલેજે ઉ.વ. 40 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. છતાં કયાં પણ એનો અતો-પતો નમળતાં પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા. તેદેશનાં જુદા-જુદા રાજ્યો, શહેરો, ગામડાઓમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. તેણે અનેક દુઃખો વેઠી આફતોનો સામનો કર્યો. આખરે તે સોમનાથનાં “નિરાધારનો આધાર,, માનવસેવા આશ્રમ મધ્યે પહોંચ્યો હતો.ત્યાંનાં […]

વડીલોના વિસામા માટે માનવજ્યોતને બીકેટી કંપની દ્વારા સવા પાંચ લાખનું અનુદાન અપાયું.

બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બીકેટી પદ્ધર-મુંબઇ દ્વારા કચ્છમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અનેક સેવાકાર્યોમાં બીકેટી કું. નો સહયોગ કચ્છને મળતો રહ્યો છે. કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવ જ્યોત સંસ્થાને “વડીલોનો વિસામો,, માટે 1 રૂમ માટે રૂપિયા સવા પાંચ લાખનો ચેક નિવૃત્ત કર્નલઅને સીએસઆર હેડ શુભેન્દ્રભાઇ અંજારીયા, […]

માનવજ્યોતનાં કુંડા-ચકલીઘર જાપાન પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં પક્ષીઓને પીવા પાણી મળી રહે તથા ચકલીઓને રહેવા ચકલીઘર મળી રહે તેવા હેતુ સાથે કચ્છભરમાં ઠેર-ઠેર ચકલીઘરો તથા કુંડાઓલટકાવવામાં આવ્યા છે. જાપાન ની મહિલાએ માનવજ્યોત કાર્યાલયની મુલાકાત લઇ કુંડા-ચકલીઘર લઇ વિદેશની ધરતી જાપાન સુધી પહોંચાડયા હતા. તેમને રૂપકડા ચકલીઘર-કુંડા ખૂબજ ગમ્યા હતા. જેને જોઇ ખુશી […]

મુમુક્ષ હિતાંશીબેને પોતાનો જન્મદિવસ માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યોત્રણે બેનો આગામી તા. 24 ના માનકુવા મધ્યે દીક્ષા અંગીકાર કરશે

આગામી તા. 24-6 ના સંયમનગરી માનકુવા-કચ્છ મધ્યે દીક્ષા અંગીકાર કરનાર મુમુક્ષુ બંસીબેન, મુમુક્ષુ કેન્સીબેન, મુમુક્ષુ હિતાંશીબેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પાવનપગલા પાડી આશ્રમનાં માનસિક દવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું. મુમુક્ષુ હિતાંશીબેને પોતાનો જન્મદિવસ માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યો હતો. માનવજ્યોત દ્વારા ત્રણે મુમુક્ષુનું સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ હાર, […]

મુસ્લિમ યુવાનનું 12 વર્ષે પરિવાર સાથે થયું મિલન માનવજ્યોતે 10 દિવસમાં ઘર શોધી આપ્યું

બિહારનાં કિશનગંજ જીલ્લાનાં ઠાકુરગંજનો મુસ્લિમ યુવાન અનવરલુ ઉ.વ. 17 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ત્યાર પછી તે દેશનાં જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. કોઇકરાજ્યનાં કોઇક શહેરમાં વાડીએ નોકરી લાગ્યો. મશીનથી ઘાસચારો કાપતાં મશીનમાં તેનો જમણો હાથ આવી જતાં તેનો અડધો હાથ કપાઇ ગયો હતો. ત્યાર બાદ અન્ય શહેરની હોટેલમાં કામે લાગ્યો. […]

મધ્યરાત્રિએ ભુજ પહોંચેલી એકલી અટુલી યુવતીની મદદે યુવાનો આવ્યા

મધ્યરાત્રિએ ગાંધીનગર-ભુજ ટ્રેનમાં ભુજ રેલ્વે સ્ટેશનને ઉતરેલી એકલી-અટુલી-સ્વરૂપવાન મહિલા મુંઝાઇ ગઇ. 30 વર્ષિય આ મહિલા ટ્રેનમાંથી બધા જ મુસાફરો ઉતરી ગયા પછી પણ પ્લેટફોર્મ ઉપર ઉભેલી નજરે પડી.ત્યાર બાદ ગેટ પાસે ઉભી રહી. હવે જવું તો પણ કયાં જવું એવું વિચારતી રહી. સ્વરૂપવાન અને પંજાબી ડ્રેસમાં સજજ મહિલા ચિંતાતુર બની. રાત્રિનો સમય…હવે કયાં જવું… રેલ્વે […]