માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી તથા શ્રી ક.વી.ઓ. જૈન મહાજનશ્રી ભુજનાં માર્ગદર્શન હેઠળ દાતાશ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર- વર્ધમાનનગર હસ્તે રમાબેન શિરિષભાઇ મહેતા – અમેરીકાનાં સહયોગથી 3 અનાથ દીકરીઓને સિલાઇ મશીન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે કાર્યક્રમનું અતિથિવિશેષ પદ શ્રી રણજીતસિંહ પી. જાડેજા (ટીલાટ) ચીરઇ હાલે અંજાર તથા પૃથ્વીરાજસિંહ એસ. જાડેજા […]
Category Archives: પ્રવૃત્તિઓ
બિહારનાં સીતામણી વિસ્તારનો યુવાન અબાસ અન્સારી ઉ.વ. ૩૭ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી. પરિવાર ચિંતાતુર બન્યો. અનેક રાજ્યોમાંથી થઇ આખરે તે ગુજરાતનાં સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટને મળી આવ્યો. ત્યાંનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને કાર્યકરોએ તેની ખૂબ જ સારી સેવા કરી.માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માતેને ભુજ લઇ આવ્યા. બિહાર પોલીસનો સંપર્ક […]
ભુજ-માધાપર સર્વોદય મહિલા મંડળનાં 40 બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ભજન-કિર્તન-સત્સંગની રમઝટ જમાવી હતી. મંડળનાં બહેનો રાસ-ગરબા-દુહા-છંદ સાથે નાચી ઝુમી ઉઠયા હતા. મંડળના પ્રમુખ ઉષાબેન મચ્છર તથા સર્વે સભ્યોએ ભારે રમઝટ જમાવી હતી. સર્વોદય મહિલા મંડળના બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને સ્વહસ્તે ભોજન કરાવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે મંડળનાં બહેનોને સંસ્થાની […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અઠવાડીયે બે વખત વિવિધ વિસ્તારોમાં જઇ જરુરતમંદ લોકોને વસ્ત્રો વિતરણ કરવામાં આવે છે. ભુજ અને અન્ય વિસ્તારોનાં લોકો વધારાનાં કપડા માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડે છે જેને વ્યવસ્થિત કરી કોથરામાં ભરી ગરીબોનાં ભૂંગા,ઝુંપડા, કાચા મકાનો સુધી વાહન દ્વારા પહોંચતા કરવામાં આવતાં જરુરતમંદ લોકો કપડા પહેરી ખુશી વ્યક્ત કરે છે. ભુજ અને ભુજ […]
જમ્મુ-કાશ્મીરનાં હાપુલ વિસ્તારનો યુવાન મોન્ટુ ઉ.વ 30 ગુમ થતાં પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવ મંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુધી પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો શ્રી જયરામભાઇ ભગત અને સર્વે કાર્યકરોની ટીમે તેની ખૂબ જ સારી સરભરા કરી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આ યુવાનને સૂરતથી ભુજ લઇ આવી […]
યુવા ઉદ્યોગપતિ અને જાણીતા સમાજસેવક હરિભાઇ રાણાભાઇ ડાંગરનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અર્પણ કરવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટીએ તેઓની સેવાઓને બિરદાવી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. શ્રી હરિભાઇ ડાંગરનાં આત્મશ્રેયાર્થે તેમનાં પરિવારજનો દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ […]
સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટનાં 43 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ છે. અહીંથી દરેકનું ઘર-પરિવાર શોધી તેમનાં ઘર સુધી માનવજ્યોત સંસ્થા પહોંચાડશે. માત્ર આઠ દિવસમાં 18 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોનાં ઘર –પરિવાર શોધી કઢાયા છે. દેશનાં વિવિધ રાજ્યોમાંથી દરરોજ એક-બે પરિવારો તેમનાં ગુમ સંતાનોને તેડવા […]
શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુંગા-ઝુંપડાઓમાં રહેતા જરુરતમંદોને દાતાશ્રી ગોરીબેન મોહનલાલ મહેતા પરિવાર-વર્ધમાનનગર તથા રમાબેન શિરિષભાઇ મહેતા-અમેરીકાનાં સહયોગથી શરુ કરાયું છે. સંસ્થાની ટીમ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા લોકો સુધી પહોંચી જઇ ધાબડા વિતરણકરવામાં આવી રહેલ છે. છેલ્લા ચાર દિવસથી સવાર-સાંજ-ઠંડીમાં વધારો થતાં આ ઠંડીમાં જરુરતમંદ લોકોને ઓઢવા ગરમ […]
કર્ણાટકનાં બેંગ્લોરનાં વૃદ્ધ પુટસ્વામી ઉ.વ. 67 ગુમ થતાં પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી. આ વૃદ્ધ રખડત-ભટકત આખરે રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યા હતા. ભુજ ખાવડા માર્ગેથી વાલજીભાઇ કોલીને એકદમ ગંભીર હાલતમાં મળી આવતાં તેઓએ પોતાના બાઇકથી વૃદ્ધ વડીલને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચાડ્યા હતા. તે એકદમ બિમાર હોતા તેને ઓધવરામ […]
આંધ્રપ્રદેશનાં શિકાકોલમ વિસ્તારનો યુવાન યનુ ઉ.વ. 22 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. તેનાં પરિવારજનો તેને સતત શોધતા રહ્યા હતા. આખરે તે રખડતો-ભટકતો ભુજ પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે ભુજ-માધાપર માર્ગેથી મળી આવ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે લઇ આવી તેની ભુજની માનસિક […]










