માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મનસુખભાઇ નાગડા, રફીક બાવા, નીતિન ઠક્કરે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી તથા સર્વે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ […]
Author Archives: PRABODH MUNVAR
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર પરિવાર દ્વારા બળબળતા તાપ અને સખત ગરમી વચ્ચે 100 શ્રમજીવીકોને નવા બુટ-ચંપલ પગરખા વિતરણ કરવામાં આવતાં શ્રમજીવીકોએ ખુશી વ્યક્ત કરી હતી. જુદા-જુદા વિસ્તારોમાં જરુરતમંદ બાળકોને પગરખા પહેરાવાયા હતા. વિતરણ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રાજેશ જોગી, સલીમ લોટા, વિક્રમ રાઠીએ સહકાર આપ્યો હતો.
ગુમ લોકોનાં ઘર-પરિવાર શોધવામાં માનવજ્યોત સંસ્થા ભુજને સફળતા મળી છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા 2100 માનસિક દિવ્યાંગો પોતાના ઘર-પરિવાર સુધી પહોંચ્યા છે. દરેક રાજ્યની અને સમગ્ર કચ્છની પોલીસ માનવતાનાં આ સેવાકાર્યમાં મદદરુપ બની છે. ટ્રેન કે અન્ય વાહનો મારફતે અને પગે ચાલીને કચ્છ પહોંચેલા અને કચ્છનાં ગામડાઓમાંથી મળેલા રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો […]
ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે પહોંચે છે. માનવજ્યોત ના આ સેવા કાર્યથી ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે. અને અન્નનો બગાડ અટક્યો છે. ગરીબોનાં જઠારાગ્નિ ઠર્યા છે. ભોજન સમારંભોની વધી પડેલી રસોઇમાંથી વર્ષે અઢી લાખ લોકો ભરપેટ જમી જાય છે. હાલમાં લગ્નોની સિઝન પુરબહાર ખીલી છે. ભુજ અને ભુજ વિસ્તારમાં ભોજન સમારંભોની વધી પડેલી […]
પિંગલેશ્ર્વર પૂનમ ગ્રુપ, દેવલીલા ચેરીટેબલ ટ્રસ્ટ, ક્રીશીવ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોની વચ્ચે સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંડળોના બહેનોએ ભજન,કિર્તનની રમઝટ જમાવી હતી. તેમજ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને સ્વહસ્તે અલ્પાહાર કરાવ્યો હતો. અને રાસ, ગરબા રમ્યા હતા. દેવલીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સ્વ. […]
નામદાર મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ. તેમજ એકલા-અટુલા નિરાધાર 103 વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજાએ સંભાળી હતી.
ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર મનીષ ટી કંપની ભુજ પરિવારનાં સહયોગથી ૧૨ વિધવા મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં વિધવા મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ ૬૩૦ વિધવા મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર માનવામાં આવેલ. સુરેશભાઇ માહેશ્ર્વરી […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા અને જેના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલર નથી તેવા પરિવારોને ઠંડા પાણી માટેના માટીનાં માટલા વિતરણ કરાયા હતા. ભુજ શહેરનાં ભીડગેટ વિસ્તારેથી માટલા વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ગરીબ પરિવારોને પણ ઠંડુ પાણી પીવા મળે તેવા હેતુ […]
સ્વ. જવેરબેન જેરામભાઇ જોષી દહીંસરા હસ્તે ડો. શાસ્ત્રી જિતેન વસંતભાઇ જોષી ભુજ દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને માનવસેવા અને જીવદયા કાર્ય માટે રુ. 51 હજારનો ચેક અર્પણ કરાયો હતો. અ.નિ. સામબાઇ કરશન ગોપાલ હાલાઇ સૂરજપર દ્વારા રુ. 25 હજારનો ચેક અર્પણ કરાયો હતો. જીવદયા અને માનવસેવા પ્રેમી અને ખેડૂત એવા સવરાજભાઇ લખમણ ગઢવી (સાખરા) વડીવાડી ભુજપુર […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા 7 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 514 દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ છે. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર-કચ્છ હસ્તે રમાબેન શીરીષ મહેતા-અમેરીકા દ્વારા-ત્રણ, વેલબાઇ ધનજીભાઇ કરશન વરસાણી-નારાણપર દ્વારા ત્રણ તથા એક સદગૃહસ્થ દ્વારા- […]









