પૂ. ગુરુદેવ શ્રીશ્રી રવીશંકરજીનાં 70 માં જન્મદિને“અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ,, અર્પણ કરાયો

ધી આર્ટ ઓફ લીવીંગ બેંગ્લોર દ્વારા પૂ. ગુરુદેવ શ્રી શ્રી રવીશંકરજીનાં 70માં જન્મદિન નિમિત્તે ગાંધીધામ- કચ્છ મધ્યે કચ્છનાં પ્રબોધ મુનવરને સમાજસેવા ક્ષેત્રે તથા હીરલબા ચૌહાણને સ્પોર્ટસ ક્ષેત્રે “અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ” અર્પણ કરાયો હતો.

કચ્છમાંથી 23 નોમીનેશન આવેલા. જે બેંગ્લોર ધી આર્ટ ઓફ લીવીંગ સેન્ટર બેંગ્લોર ને મોકલવામાં આવેલ. પૂજ્ય ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરજી એ બે નામો પસંદ કર્યા હતા.

ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિમાં એસ.આર.સી. સત્સંગ હોલ હેમુકાલાની નગર આદિપુર મધ્યે યોજાયેલ આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં પૂજ્ય ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરજીનાં આશિર્વાદથી આ એવોર્ડ અર્પણ કરાયા હતા.

પ્રારંભે ભાવિક મિસ્ત્રીએ ભજન-કીર્તન-સત્સંગની ભારે રમઝટ જમાવેલ. પ્રબોધ મુનવરે આભારની લાગણી વ્યક્ત કરતાં કચ્છભરમાં માનવજ્યોત સંસ્થા ભુજની ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. જ્યારે હીરલબા ચૌહાણે સ્પોર્ટક્ષેત્રે મળેલ એવોર્ડ બદલ આભારની લાગણી વ્યક્ત કરી સ્પોર્ટસ અંગેની માહિતી આપી હતી.

દીપકભાઇ ગુપ્તા, નરેન્દ્રભાઇ કચ્છી, અશોકભાઇ પરીખ, આશાપુરા ગ્રુપ ઓફ કંપનીઝના સિનિયર મેનેજર માઝાભાઇ આહિર તથા સમગ્ર ટીમે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.