ભાઇ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં માનસિક દિવ્યાંગ દર્દીઓનાં કાંડે રક્ષા બાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ-શરણાઇનાં સૂરો સાથે વાજતે ગાજતે આવી પહોંચી હતી.
કાર્યક્રમનું અતિથિવિશેષ પદ ૧૮૧ અભ્યમ્ સેવાના નિરૂપા બારડ, નગર સેવક માલશી નામોરી, આમદભાઇ જત, સહદેવસિંહ જાડેજા, કે.એન. ચાકી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ શોભાવ્યું હતું.
કાર્યક્રમનાં માર્ગદર્શક અને પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે કોમી એકતા અને ભાઇચારાનો સંદેશો આપતા રક્ષાબંધન પર્વનું પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું
.
હાથમાં દિપકની જ્યોત, ચોખા, તિલક, મીઠાઇ, કુમકુમ સાથેનો પૂજા થાળ લઇ એકી સાથે માનસિક દિવ્યાંગ દર્દીઓને જયાબેન મુનવર,આરતીબેન જાષી, કુલસુમબેન સમા, બિંદીયા પંડયા, રીચા મુનવર, ગુણવંતી મોતા, કાશ્મીરાબેન ધરમશીં, ઝમીલાબેન સમા, લીલાવંતીબેન છેડા, સબનમ સમા, દક્ષા છેડા, કુમકુમ તિલક કરી, ચોખા ચોડી, આરતી ઉતારી તેઓનાં હાથનાં કાંડે રક્ષાબાંધી, મીઠું મોઢું કરાવી તેઓ જલ્દી તંદુરસ્ત અને સ્વસ્થ બને અને પરિવાર સાથે તેમનું ફેર મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. માનસિક દિવ્યાંગ દર્દીઓને પણ પોતાની બહેનોની યાદ આવી હતી. અને તેઓની આંખો આંસુથી ભીજાઇ ગઇ હતી. માનસિક દિવ્યાંગ દર્દીઓને પરિવાર, ઘર તથા રક્ષાબંધન પર્વની યાદ તાજી થાય તેવા ઉદેશ સાથે આ કાર્યક્રમો યોજાયો હતો.
માનસિક દિવ્યાંગ બહેનોએ માનવજ્યોતના કાર્યકરોનાં હાથે રાખડી બાંધી રક્ષાબંધન કર્યું હતું. આ પ્રસંગે ઉપÂસ્થત મુસ્લિમ સમાજની બહેનોએ હિન્દુ ભાઇઓનાં કાંડે તો હિન્દુ સમાજની બહેનોએ મુસ્લિમ સમાજનાં ભાઇઓનાં કાંડે રક્ષા બાંધી કોમી એકતાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે મુસ્લિમ સમાજની બહેનોએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે, અમે રક્ષાબંધ તહેવારની આતુરતાથી રાહ જાતા હતા. રક્ષાબંધનને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનીએ છીએ. હિન્દુ મુસ્લિમ દરેક ધર્મ એક સમાન છે. રક્ષાબંધન તહેવાર કોમી એકતાનું પ્રતિક છે. આપણે બધા એક છીએ. સર્વ ધર્મ સમાન છે. માનસિક દિવ્યાંગ દર્દીઓને બપોરનું ભોજન સનસીટી ક્રિકેટ ટીમ દ્વારા તેમજ સાંજનું ભોજન તારાબેન ભીખાલાલ બુદ્ધભટ્ટી ,જયાબેન મુનવર તથા રમીલાબેન બારમેડાનાં સહયોગથી યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન શંભુભાઇ જાશીએ જયારે આભાર દર્શન રફીક બાવાએ કરેલ. વ્યવસ્થામાં મુળજીભાઇ ઠક્કર, દિપકભાઇ જાની, આનંદ રાયસોની, અજેશ મુનવર,પ્રવીણ ભદ્રા, ઝહીર સમેજા, મુસ્તાક ખલીફા, હિતેશ ગોસ્વામી તથા હોસ્પીટલ સ્ટાફે સહકાર આપ્યો હતો.