બે યુવાન મહિલાઓ મળી આવતાં ૧૮૧ ને સોંપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને બહુચરાજી પાસેના સુંવાળા ગામની એક યુવાન મહિલા ભુજમાંથી મળી આવતા તેમજ ભુજમાંથી બીજી એક યુવાન મહિલા મળી આવતાં મહિલા હેલ્પ લાઇન ૧૮૧ ને સોંપાઇ હતી.

કેરા ગામનો ૪૦ વર્ષિય માનસિક અસ્થિર યુવાન ભુજમાંથી મળી આવતાં તેને કેરા મધ્યે પરિવારજનોને સોંપાયો હતો.