પશ્ર્ચિમ બંગાળની રહેવાસી યુવાન મહિલા ઉ.વ. 37 મોરબીથી ગુમ થઇ હતી. અચાનક તે ટ્રેન મારફતે ભુજ રેલ્વે સ્ટેશને પહોંચી હતી. મહિલા હેલ્પલાઇન 181 ને જાણ થતાં તેને રેલ્વે સ્ટેશનથી લઇ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મૂકવામાં આવેલ.
આ યુવતીનાં મા-બાપ પશ્ર્ચિમ બંગાળમાં રહે છે. યુવતીના લગ્ન દીલ્હીનાં ઇર્શાદ સાથે થયા હતા. યુવાન મોરબીની એક ફેકટરીમાં સર્વિસ કરી રહ્યો હતો. આ પરિવારને ચાર સંતાનો છે. આ સ્વરૂપવાન મહિલા છેલ્લા 3 મહિનાંથી ગુમ થઇ હતી. અને રેલ્વે મારફતે જુદા-જુદા શહેરોમાં રખડતી-ભટકતી રહી હતી.આ મહિલા ચાર મહિના પ્રેગ્નેટ હતી.
માનવજ્યોત આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ પશ્ર્ચિમ બંગાળ પોલીસની મદદથી મોરબીમાં રહેતા તેનાં પતિનો સંપર્ક કરી પતિને શોધી કાઢતાં પતિ એજ દિવસે ભુજ આવી પહોંચ્યો હતો. પતિ-પત્નીનું મિલન થતાં ભાવૂકદ્રશ્યો સર્જાયા હતા. મહિલા સ્વસ્થ હોવા છતાં તેને પૂછતાછ કરવા વાળો કોઇ મળ્યો નહીં. પણ માનવજ્યોતે પશ્ર્ચિમ બંગાળથી સંપર્ક મેળવી મોરબીમાં રહેતા તેના પતિનો સંપર્ક કરાવી આપ્યો હતો. મહિલા ઘરે પાછી ફરતાં મુસ્લિમ પરિવાર અને ચારે બાળકોએ ખુશી અનુભવી હતી.
માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા.

