જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસ ઉજવાયો

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી એકમ-ભવન ભુજ મધ્યે વિવિધ મહિલા મંડળોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. 

કાર્યક્રમનું અધ્યક્ષ પદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટશ્રી બી.એન.પટેલ સાહેબે જયારે અતિથિવિશેષપદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં મીડીએટર તથા જાણીતા એડવોકેટશ્રી જી.બી.ગોર, હેલ્થ અવરનેસ ઉપર કાર્ય કરતા શ્રી અજીતસિંહ વાઘેલા, અનુસુચિત જાતિ કલ્યાણ નિવૃત્ત પ્રોજેકટ ઓફિસર શ્રી મણીબેન અંગે તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ શોભાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ વક્તાશ્રીઓએ મહિલાઓને ખૂબજ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયુ હતું. 

હેલ્થ અવરનેસ ઉપર કાર્ય કરી રહેલા શ્રી અજીતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સંગઠન ઘણી બધી પ્રગતિ કરાવી શકે છે. બે હજાર કુટુંબોને દવાઓમાંથી મુક્ત કરાવેલ છે. માણસનું શરીર ભયંકર નબળું પડી ગયું છે. ભેળ-સેળ વાળી વસ્તુઓએ અનેક પરિવારોને બરબાદી તરફ ધકેલી નાખેલ છે. અને માનવી ભયંકર બિમારીઓનો સામનો કરી રહેલ છે. અવરનેસ પોગ્રામો દ્વારા ન્યુટ્રેશન જરૂરી છે. 

મહિલા અગ્રણી શ્રી મણીબેન મંગેએ જણાવ્યું હતું કે, છેવાડાની દુઃખી બહેનોને મદદરૂપ થઈ જીવાડવાનું શીખાડવાનું છે. તેઓને અભ્યાસુ બનાવવાનું છે. મહિલા ઘર અને પરિવાર બનાવે છે. બધું ઓનલાઈન થયું પણ રસોડું કયારે ઓનલાઇન નહીં થાય. સ્ત્રી ઘરમાં ળી જાય છે. વધેલું ખાઈ જવું એનો સ્વભાવ છે. સ્ત્રી પુરૂષનાં લક્ષણ જન્મથી અલગ છે એ કુદરતી પ્રકૃત્તિ છે. બંને એની જગ્યાએ બરોબર છે.

એડવોકેટ શ્રી જી.બી.ગોરે જણાવ્યું હતું કે, સ્ત્રી જ્યારે કોમન હોતી નથી. દુનિયામાં અસ્તિત્વ આવ્યું ત્યારથી સ્ત્રીઓએ નામના મેળવી છે. સ્ત્રીઓએ પાછું વળી જોયું નથી. ધ્યેયને પામી છે. નૈતૃત્વ કરવાની કળા સાથે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે. સ્ત્રીઓ ઉપરનાં અત્યાચારો અટકવા જોઈએ. સંસ્કારી દીકરા-દીકરીને જન્મ આપ મહિલાઓએ આપ્યો છે. 

કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન. પટેલ સાહેબે સ્ત્રી સશક્તિ કરણ અને ન્યાય અંગેનાં પ્રસંગો વર્ણવ્યા હતા. કેળવણી સ્ત્રી કરી શકે છે. બે-આંખ માંથી ચાર આંખ સાચી ઠરે છે. અધિકારી રેન્જમાં સ્ત્રીઓ સુંદર ભૂમિકા બજાવે છે. અમુક મહિલાઓ ઝઘડાઓ પણ પતાવી શકે છે. સ્ત્રીનું મહત્વ અનેરું છે. સમાનતાનાં ભાવ રૂપે આપણે સૌ દૃષ્ટિકોણ અપનાવીએએ જરૂરી છે. 

આ પ્રસંગે જીલ્લા પંચાયત જીલ્લા આયુર્વેદ શાખા દ્વારા ડો. પવનકુમાર મકરાણીનાં માર્ગદર્શન હેઠળ ડો. પ્રતિક્ષાબેન પવારે રોગપ્રતિકાર શક્તિ વધારવા હોમિયોપેથી ગોળીઓનું વિતરણ કરેલ. તો માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરેક બહેનોને માસ્ક તથા મીઠાઈ પેકેટોનું વિતરણ કરવામાં આવેલ. 

અનિતાબેન ઠાકુર, કલ્પાબેન ચોથાણી, જયાબેન મુનવર, અંજુબેન શાહ, કુલસુમબેન સમા, ગીતાબેન ઝવેરી, રૂક્ષ્મણીબેન ગોર, હફિઝાબેન સમા, અનીતાબેન અબોટી, જલારામ-શિવશક્તિ સત્સંગ મંડળ-માધાપર, નીલમ ચેરીટેબલ ટ્રસ્ટ, મહાવીર સત્સંગ મંડળ, ઇન્દુબેન ઠક્કર, મીનાબેન બોરીચા પોતાનાં મહિલા મંડળો સાથે ઉપસ્થિત રહ્યા હતા. 

કાર્યક્રમનું સંચાલન સીનીયર પેરાલીગલ વોલન્ટીયર પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઈ જોષીએ કરેલ. વ્યવસ્થા રફીકબાવા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, મુરજીભાઈ ઠક્કર, હેત પરમારે સંભાળી હતી