માનવજ્યોત દ્વારા “વિશ્વ ચકલી દિવસ” ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભુજ કાર્યાલય સ્થળે કરવામાં આવી હતી. છેલ્લા દિવસથી લોકજાગૃતિરૂપે કુંડા-ચકલીઘરોની સતત ડીમાન્ડ રહી હતી. લોકો સામેથી ચાલીને કુંડા ચકલીઘર લેવા પહોંચ્યા હતા. 

સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. વર્તમાન યુગમાં આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓ, વધતું તું પ્રદુષણ, નવી રહેણી-કરણી, ઉંચા મોબાઈલ ટાવરો, નળિયાનાં બદલે છત વિગેરે કારણોસર પક્ષીઓની જાતિઓ લુપ્ત થવાના આરે છે. 

શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આપણી સાથે ઘરમાં રહેતું રળિયામણું પક્ષી ચકલી આપણાથી અલગ પડી ગયું. આપણે આપણી વ્યવસ્થા કરી લીધી પણ નાનકડા પક્ષીની વ્યવસ્થા કરતા ભૂલી ગયા. પરિણામે ચકલીઓનો કલરઅને અવાજ ઓછો થતો ગયો. 

માનવજ્યોત દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ચકલીઘરો-કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો ઉપર ચકલીઘરો લટકાવાયા હતા. શાળાઓ, મંદિરો, કોલેજોમાં ચકલીઘરો પહોંચાડાયા હતા. 

ભુજ નારાયણ દેવ મંદિર મધ્યે પૂ. ધર્મસ્વરૂપસ્વામિની ઉપસ્થિતિમાં તથા ફોટડી પૂર્વ સરપંચ શ્રી માવજીભાઈ હીરાણી તથા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ બળવંતસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં માનવજ્યોત દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કરાયા હતા. 

કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે આભાર દર્શન શંભુભાઈ જોષીએ કરેલ. પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, મુળજીભાઈ ઠક્કર, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટિયા, અક્ષય મોતાએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.