વિશ્ર્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ

વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 10 ઓક્ટોબર “વિશ્ર્વ માનસિક આરોગ્ય દિવસ’’ તરીકે ઉજવાય છે. માનસિક આરોગ્ય સેવાઓને વધુ સરળતાથી જરૂરતમંદો સુધી પહોંચાડી શકાય તેવા હેતુ સાથે માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં અધિક્ષક ડો. એમ.એ. ખત્રી, સાયક્રિયાટ્રીસ્ટ ડો. પૂજાબેન સપોવાડીયા, હેડ નર્સ વર્ષાબેન ભટ્ટ, સોશિયલ વર્કર સબાનાબેન તથા રાજેન્દ્રસિંહ જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારા-કચ્છની મુલાકાત લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોની શારિરિક, માનસિક મુશ્કેલીઓ જાણી હતી. જાગૃતિ અભિયાન લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો હાથ ધરાયા હતા.

ડો. ખત્રીસાહેબ તથા ડો. પૂજાબેને માનસિક દિવ્યાંગોને માર્ગદર્શન પૂરું પાડેલ.

માનવજ્યોતના પ્રબોધ મુનવર, આનંદ રાયસોની તથા રીતુબેન વર્માએ આભારની લાગણી વ્યક્ત કરેલ.