શ્રી કોઠારા સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ કોઠારાનાં પ્રમુખ તરીકે મણીલાલભાઇ રાયચંદ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેઓશ્રી માદરે વતન કોઠારા પધારતાં કોઠારા જી.ટી. હાઇસ્કુલ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં ગામવાસીઓ દ્વારા તેમને મીઠડો આવકાર અપાયો હતો.
પ્રભાતસિંહ જાડેજા, પરેશ ઠક્કર, ભરતસિંહ જાડેજા, દીનેશ અજાણી, રાયચંદ લોડાયા, ધનપતિ લોડાયા, સુલેમાન ખત્રી, ખીરણ લોડાયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સન્માન પ્રત્યુત્તરમાં શ્રી મણીલાલભાઇએ જણાવ્યું હતું કે, ગામને વધુ સારી મેડીકલ સુવિધા મળે એ દિશામાં પોતે સતત જાગૃત બની સેવા કાર્યને આગળ ધપાવશે. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે કર્યું હતું.

