ઉપયોગી દવાઓ એકઠી કરી માનવજ્યોતને અપાઇ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી ભુજ દ્વારા ઉપયોગી દવાઓ એકઠી કરી માનવજ્યોત સંસ્થા ભુજને અપાઇ હતી. સંસ્થા આ દવાઓ ડોકટરશ્રીની ચિઠ્ઠી મુજબ જરૂરતમંદ દર્દીઓને નિઃશુલ્કપહોંચાડશે. જાયન્ટ્સ સાહેલીનાં નીરૂબેન કેશરાણી, ડો. જે.પી. કેશરાણીની ઉપસ્થિતિમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીને અર્પણ કરાતાં માનવજ્યોત સંસ્થાએ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી ભુજનો આભાર માન્યો હતો.