અમેરિકાની મિશિગન યુનિવર્સિટીનાં પ્રતિનિધિઓએ માનવજ્યોત સંસ્થાની મુલાકાત લીધી

અમેરિકાની પ્રસિદ્ધ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીનાં પ્રતિષ્ઠિત પ્રતિનિધિ મંડળે ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓ નજરે નિહાળી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

અમેરિકાથી આવેલા ડોકટર રેબકા, ડોકટર એણેટ તથા કચ્છનાં વિદેશ રહેતા દાનવીર દાતા અને શ્રેષ્ઠીવર્ય શ્રી રમેશભાઇ મગનલાલ દેઢીયાના સુપુત્રી નિશાબેન દેઢીયાએ સંસ્થાની મુલાકાત લીધી હતી.

માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓથી અમેરિકાથી આવેલા આ બંને મહિલાઓ પ્રભાવિત થયા હતા.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે માનવજ્યોતની કચ્છભરમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. કિરણભાઇ ગોસ્વામી, ધવલભાઇ ગંગર સાથે રહ્યા હતા.