રોટરી કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યામંદિરનાં મજુરી મુક્ત બાળકોને ભુજની “ધ ગ્રાન્ડ ફલેવર્સ હોટેલ,,માં લઇ જઇ ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ. જે બાળકોએ હોટેલ જોઇ નહતી… જે બાળકો હોટેલમાં કયારે જમ્યા નથી તેવા બાળકોને નવી-નવી વાગીઓ સાથે પંજાબી, સાઉથ ઇન્ડીયન ભોજન ભરપેટ જમાડવામાં આવેલ. હોટેલમાં નવી-નવી આઇટમો જમી બાળકોએ ખુશી વ્યક્ત કરી આયોજકોને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા.
રોટરી કલબ ઓફ ભુજ વોલસીટી પ્રમુખ દ્વિજેશ આચાર્ય, મંત્રી અમર મહેતા, પ્રોજેકટ ચેરમેન હિતેન્દ્ર મકવાણા, ભરત લોહાર, ઇન્નર વ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટીનાં પ્રમુખ યામીની ઠક્કર, ઉર્વી સોની સહિત સર્વે સભ્યો આ કાર્યમાં જોડાયા હતા. માનવજ્યોત સંસ્થા દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ.