ઓરિસ્સા રાજ્યનાં બે યુવાનો વરૂણ અને રાજેન્દ્ર છેલ્લા પાંચ વર્ષથી ગુમ હતા. તેમનાં પરિવારજનો તેમની સતત શોધ ચલાવતા હતા.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને આ બંને યુવાનો ભુજ રેલ્વે સ્ટેશન બહારથી મળ્યા હતા. જેમને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ જઇ સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બન્યા હતા. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઓરિસ્સા પોલીસનો સંપર્ક કરી બંનેના ઘર શોધી કાઢ્યા હતા.
બંને પરિવારો પોતાનાં વહાલ સોયા દીકરીઓને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બંને યુવાનો નવા વર્ષે ઓરિસ્સા પોતાનાં ઘર સુધી પહોંચ્યા છે. પરિવારમાં ખુશી છવાઇ છે.
માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, પંકજ કુરૂવા, જયેશ લાલન, વાલજી કોલી, હિતેશ ગોસ્વામીએ સહયોગ આપ્યો હતો.

