વરસતા વરસાદ વચ્ચે અઢી હજાર લોકોને ભરપેટ જમાડાચા

અચાનક માવઠાથી વરસતા વરસાદ વચ્ચે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઝુંપડા-મુંગાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને ભરપેટ ભોજન કરાવાયું હતું. ઠંડીનું પ્રમાણ વધતાં ઠંડી સામે રક્ષણ મેળવવા જરૂરતમંદોને ગરમ ધાબડા અપાયા હતા.

સતાપરથી ૧ હજારની રસોઇ, વરલીથી ૩૦૦ની, પદ્મરથી ૩૦૦ની, જખ મંદિર માધાપરથી ૨૫૦ની, સેવક સમાજવાડી માધાપરથી ૨૫૦ની, ગુરૂદ્વારા લાલટેકરી ભુજથી ૧૦૦ની, જેષ્ઠાનગર ભાનુશાલી સમાજવાડીથી ૨૦૦ની, પટેલ સમાજવાડી માધાપરથી ૨૦૦ ની રસોઇ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચાડવામાં આવતાં માવઠાની અસરવાળા અઢી હજાર લોકો ભરપેટ જમ્યા હતા. ખુશી વ્યક્ત કરી અંતરનાં આર્શિવાદ પાઠવ્યા હતા.

૪ વાહનો સાથે વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, જયેશ લોડાયા, રફીક બાવા, રાજુ જોગી, અમૃત ડાભી, ઇરફાન લાખા, વેસુભા સોઢા, રાજેશ જોગીએ સંભાળી હતી.