સેવા પ્રેરક મહિલા અગ્રણીને અંજલિ અપાઇ

સેવાપ્રેરક મહિલા અગ્રણી અમરબાઈ માવજી ગોરસિયા બળદીયા હાલે ભુજનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અંજલિ અપાઇ હતી

માવજી દેવરાજ ગોરસિયા પરિવાર દ્વારા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. તાજેતરમાં માનવજ્યોત સંસ્થાને આ પરિવાર દ્વારા નવું વાહન અર્પણ થયેલ. 

રિવારનાં મોભી માતુશ્રી અમરબેનને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઇ જોષીએ તેમના સેવા કાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ આપી હતી.