શશિકાન્તભાઇ ઠક્કરને અંજલિ અપાઇ

દરેક સમાજો સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અને દરેક સમાજો-સંસ્થાઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડનારા શશીકાન્તભાઈ મોહનલાલ ઠક્કરનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઈ હતી. 

સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, અરવિંદભાઈ ઠક્કર, મુરજીભાઈ ઠક્કરે તેઓની સેવાઓને બિરદાવી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.