વેસ્ટ બંગાળનો યુવાન ૪ વર્ષે ઘરે પહોંચ્યો તેને આવકારવા આખું ગામ એકઠું થયું

પશ્ચિમ બંગાળનાં બકુરા જીલ્લાનાં બમીરા ગામનો ૨૬ વર્ષિય યુવાન રાજુદાસ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તેનો અતો-પતો ન મળતાં પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા. 

ભુજ રેલ્વે સ્ટેશન બહારથી સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવાને છ મહિનાં પહેલાં મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે રાખવામાં આવેલ. મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણીની સારવારથી તે સ્વસ્થ બન્યો હતો. તેની પાસેથી મળેલ માહિતીના આધારે તેને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત સુધી પહોંચાડવામાં આવેલ. તેની પત્ની-બાળક તથા પરિવારજનો તે ઘરે ચોક્કસ પાછો આવશે તેવી રાહ જોઈ સતત ૪ વર્ષથી દુઃખ અને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. 

કર્જતની શ્રદ્ધા રીહાબિલીટેશન સંસ્થાએ પશ્ચિમબંગાળમાં તેનાં ઘર અને પરિવાર સુધી પહોંચાડતા પરિવારજનોમાં ખુશી વાઈ ગઈ હતી. ગામ આખું તેને આવકારવા એકઠું થઈ ગયું હતું. ચાર-ચાર વર્ષનાં વહાણા વિત્યા બા૩૦ વર્ષની ઉંમરે તે ઘર સુધી પહોંચતાં પરિવારજનોમાં ખુશી છવાઈ હતી. પત્ની-બાળકો પરિવાર તથા ગ્રામજનોએ ઉમળકાભેર તેને આવકાર આપ્યો ત્યારે અનેકની આંખોમાં હર્ષનાં આંસુ વહ્યા હતા. ભુજની માનવજ્યોત તથા કર્જતની શ્રદ્ધા ફાઉન્ડેશનનો ગ્રામજનોએ આભાર માન્યો હતો. 

માનવતાનાં આ કાર્યમાં પંકજ કુરવા, મહેશભાઈ ઠક્કર, દિલીપ લોડાયા, આનંદ રાયસોની, દિપેશ શાહનો સહયોગ પ્રાપ્ત થયો હતો.