મકરસંક્રાંતિએ વધી પડેલો ૪૫૦ કિલો ઉઘિયાનો સ્વાદ ગરીબોએ માણ્યો

મકરસંક્રાંતિ દિને ઠેર-ઠેર ઉધિયું વધી પડ્યા હોવાનાં ફોન માનવજ્યોત સંસ્થાને આવતાં સંસ્થાએ વાહન દ્વારા જે તે સ્થળે જઇ વાસણોમાં ઉધિયું એકઠું કર્યું હતું.

૪૫૦ કિલો વધી પડેલું ઉધિયું ગરીબો અને જરૂરતમંદોના ઝૂંપડે-ઝુંપડે પહોંચ્યું હતું. જેથી ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા અનેક પરિવારોએ ઉધિયાનો સ્વાદ માણી ઉતરાયણ પર્વ ખુશી સાથે મનાવ્યો હતો.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પ્રતાપ ઠક્કર, અક્ષય મોતા, રાજુ જોગી, રફીક બાવા, રસીક જોગી, મિલન બારોટે સંભાળી હતી.