ભુજ શહેરમાં ત્રિદિવસીય સ્વૈચ્છિક લોકડાઉન વચ્ચે માનવજ્યોત સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચી હતી.
ભુજની જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દર્દીઓનાં સગા સબંધીઓને છાસ અને પાણી વિતરણ કરાયું હતું. એક સગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં શ્રમજીવકોને નમક-જીરાવારી ૩૦૦ લીટર છાસનું વિતરણ કરાયું હતું.
૧૦૦થી વધુ વૃદ્ધ વડીલોને તેમનાં ઘર સુધી ટીફીન દ્વારા ભોજન પહોંચાડાયું હતું. શ્રી રામદેવપીર મંદિર લાખોંદ દ્વારા મળેલ તૈયાર રસોઈ જરૂરતમંદ લોકો સુધી પહોંચતી કરાઈ હતી. ભૂખ્યાને ભોજન કરાવાયું હતું. લોકોને માસ્ક વિતરણ કરાયા હતા.
કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખાનાં માર્ગદર્શન અને સહકારથી રોગપ્રતિકાર શક્તિ વધારવા આયુર્વેદિક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, રફીક બાવા, આનંદ રાયસોની,દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, મુરજીભાઈ ઠક્કર તથા સમગ્ર ટીમ વ્યવસ્થા સંભાળી રહેલ છે.

