ભુજનાં વોર્ડ નં. ૩ માં આવેલ વાસફોડા વાસ પાસે આવેલા વાદીવાસમાં રહેતા ભીખાભાઇ લક્ષ્મણભાઇ વાદી ઉંમર વર્ષ ૪૦નું તા. ૧૯-૫ નાં રાત્રે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. તેનાં પરિવારમાં તેની છ નાની દીકરીઓ, ૧ દિકરો અને પત્ની મળી ૮ સભ્યો છે. પરિવારનાં આધાર સ્થંભ સમાન પતિનું મૃત્યુ થતાં પત્નીએ પતિ ગુમાવ્યો છે જ્યારે ૭ નાના ભૂલકાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. માતા ઉપર આભ તૂટી પડ્યું છે. સંતાનોને ઉછેરી મોટા કરવાની જવાબદારી આવી પડી છે. પરિવારમાં હવે માવનાર કોઇ નથી. ૭ નાના બાળકોએ પિતાનાં અચાનક અવસાનથી પિતૃપ્રેમ ખોયો છે.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આ પરિવારનાં ઝુંપડે જઇ ૩ મહિનાનું રાશન અર્પણ કરાયું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, કરશનભાઇ ભાનુશાલી, હિતેશ ગોસ્વામી આ પરિવારનાં ઝુંપડે જઇ પરિવરને આશ્વાસન આપીને ૩ મહિનાનું રાશન અર્પણ કર્યું હતું.

