ઉત્તરપ્રદેશનો ગુમયુવાન ૧ વર્ષ પછી ઘરે પહોંચ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગામવાસીઓએ તેને આવકાર્યોં

ઉત્તરપ્રદેશ-બિહાર બોર્ડર વિસ્તારનાં કુશીનગર ગામનો ૨૮ વર્ષિય યુવાન નંદુ રામપ્રતિ બાર મહિનાં પહેલા ગુમથયો હતો. તે જુદા-જુદા રાજ્યોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. તો…. કયારેક ખાવાનું પણ નમળ્યું. તેનાં જણાવ્યા મુજબ કોઇ એને પૂછતાછ કરવા વાળું મળ્યું નહીં.આખરે તે ટ્રેન મારફતે ભુજ રેલ્વે સ્ટેશને ઉતર્યો. માનવજ્યોતને જાણ થતાં જ તેને રેલ્વે સ્ટેશન બહારથી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ મધ્યે લઇ જવામાં આવ્યો. તે સ્વસ્થ જણાતો હતો. પણ એને ક્યાં રાજ્યનો છે તે પૂછતાં જ તે ઉત્તરપ્રદેશ – બિહાર – છત્તીસગઢ આમંત્રણ રાજ્યોનાં નામો આપતો. તે ભુજનો માત્રબેદિવસનો મહેમાન બન્યો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે તે જલ્દી ઘરે પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવી તેને શ્રદ્ધા રીહાબિલીટેશન – કર્જત મધ્યે મોકલાવ્યો. કર્જતની શ્રદ્ધા ફાઉન્ડેશન સંસ્થાને તેનું ઘર શોધવામાં ખૂબ જ તકલીફ પડી. ટીમ૩ રાજ્યોમાં ફરી વળી. છેલ્લે ઉત્તરપ્રદેશનાં યુ.પી. બિહાર બોર્ડર પર તેનું ઘર શોધવામાં સફળતા મળી. તેને આવકારવા ગામલોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા. પરિવારજનો તેને ગલે મળતાં જ ભાવુક દ્રશ્યો સર્જાયાં. તેની પત્ની પણ દોડતી-દોડતી તેને ભેટી પડી હતી. આખરે તેનું પરિવારજનો સાથે મિલન થયું હતું. ગામવાસીઓ આનંદવિભોર બન્યા. માનવતાનાં આ કાર્યમાં રફીકબાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, મહેશભાઇ ઠક્કર, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો.