પ્રવૃત્તિઓ, સમાચાર / ઘટનાઓ
મહારાષ્ટ્રનો ગુમયુવાન અઢી વર્ષે ઘરે પહોંચ્યો પિતા આર્મીમાં હતા
મહારાષ્ટ્રનાં પૂના શહેર નજીકનાં ગોરેભંડુ ગામનો રાજુ સુભાષ રાઠોડ ઉ.વ. ૪૮ અઢી વર્ષ પહેલા અચાનક ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ એના કોઇ સમાચાર ન મળતાં પરિવારજનો ખૂબજ નિરાશ થયા હતા.
ભુજનાં જુના બસ સ્ટેશન વિસ્તારમાંથી તેને રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે લઇ આવી ડો. જે.વી. પાટનકર પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.
માનવજ્યોતનાં સામાજિક કાર્યકર બાબુલાલ એન. જેપાલે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું હતું. તેના પરિવારનાં પુત્ર તથા તેનાં જમાઇ ભુજ આવી પહોંચ્યા હતા. તેમનાં જણાવ્યા મુજબ રાજુનાં પિતા આર્મીમાં હતા. રાજુની પત્ની, ૩ દીકરી તથા ૧ દીકરો તેની ઘરે આવવાની રાહ જોઇ બેઠા છે. રાજુએ માનસિક તણાવથી ઘર મૂકયું હતું. આખરે તે અઢી વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઇ હતી. ગામલોકો પણ તેને મળવા પહોંચ્યા હતા.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, વાલજી કોલી તથા સર્વે કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.

