આઠમનાં હવનાષ્ટમિનો મહાપ્રસાદ ૪ હજારથી વધુ ગરીબો સુધી પહોંચ્યો

નવલી નવરાત્રીનાં આઠમનાં દિવસે હનાષ્ટમિ, દુર્ગાષ્ટમિનિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરો, સમાજવાડીઓમાં મહાપ્રસાદ યોજાયા હતો. વધી પડેલો પ્રસાદ માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડ્યો હતો.

માધાપર, વરલી, પદ્મર, ડગાળા, નાગોર, રતનાલ, સાપેડા, સુખપર, ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર, ઉમિયા માતાજી મંદિર સુરલપીટ, રાજગોર સમાજવાડી-ભુજ, સ્થળેથી વધી પડેલી રસોઇ એકઠી કરી ગરમઅને તાજી રસોઇ ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચાડવામાં આવતાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા ૪ હજાર જેટલા ગરીબો સુધી આ મહાપ્રસાદ પહોંચતા ગરીબોએ હવનાષ્ટમી ઉજવી ખુશી વ્યક્ત કરી હતી. અનેક ગરીબોનો જઠારાગ્નિ ઠર્યો હતો.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, વેસુભા સોઢા, રસીક જોગી, રાજેશ જોગી, સલીમલોટા, જીતેન્દ્ર જોગી, અક્ષય મોતા, દિપેશ ભાટિયા, રફીકબાવાએ સંભાળી હતી.