આઠમનાં વધી પડેલો મહાપ્રસાદ ૭ હજાર ગરીબો સુધી પહોંચ્યો

નવરાત્રી પર્વનાં આઠમનાં દિવસે વિવિધ મંદિરો-સમાજવાડીઓ મધ્યે મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. માધાપર, કાળીતલાવડી, લાખોદ, કુનરિયા, મોખાણા, સાપેડા, વરલી, નાગોર, માનકુવા તથા ભુજનાં વિવિધ ધાર્મિક સ્થળોએથી વધી પડેલો મહાપ્રસાદ માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે વિતરણ કરતાં ૭ હજાર ગરીબો ભરપેટ જમ્યા હતા. મોડે સુધી પ્રસાદ વિતરણ કાર્ય ચાલુ રહ્યું હતું.

માનવજ્યોત સંસ્થાને મહાપ્રસાદ વધી પડ્યાનાં ૨૪ ફોન આવ્યા હતા. સંસ્થાએ વાહનો દ્વારા મહાપ્રસાદ એકઠો કર્યો હતો. અને જરૂરતમંદોને વિતરણ કરતાં તેઓનો જઠારાગ્નિ ઠર્યો હતો.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, દીપેશ શાહ, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, અક્ષય મોતા, જયેશ લોડાયા, હિતેશ ગોસ્વામી, ઇરફાન લાખા, સલીમ લોટા,વાલજી કોલીએ સંભાળી હતી.