ઉત્તરપ્રદેશનાં મેનપુરી જીલ્લાનાં ચોરાશી ગામનો પરમાનંદ ઉર્ફે પ્રભુદયાલ ઉ.વ. ૩૮ છેલ્લા ૧૨ વર્ષથી ગુમ હતો. પરિવારમાં તેની પત્ની અને એક માત્ર પુત્ર તેને સતત શોધતા રહ્યા હતા. તેની ગેરહાજરીમાં તેનાં વિયોગમાં તેની પત્ની આખરે મૃત્યુ પામી હતી. અને પુત્રનાં લગ્ન પણ પિતાની ગેરહાજરીમાં થયા. તા. ૨૬-૧૧ નાં માતાનામઢ ગામથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમ
ઉત્તરપ્રદેશનાં મેનપુરી જીલ્લાનાં ચોરાશી ગામનો પરમાનંદ ઉર્ફે પ્રભુદયાલ ઉ.વ. ૩૮ છેલ્લા ૧૨ વર્ષથી ગુમ હતો. પરિવારમાં તેની પત્ની અને એક માત્ર પુત્ર તેને સતત શોધતા રહ્યા હતા. તેની ગેરહાજરીમાં તેનાં વિયોગમાં તેની પત્ની આખરે મૃત્યુ પામી હતી. અને પુત્રનાં લગ્ન પણ પિતાની ગેરહાજરીમાં થયા.
તા. ૨૬-૧૧ નાં માતાનામઢ ગામથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં મનોચિકિત્સક ડોકટરશ્રીઓ પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.
સેવાશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ યુ.પી. પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું. એજ દિવસે ત્યાં એનાં પુત્રને ત્યાં બાળકનો જન્મ થયો. અહીં ગુમ પિતા ૧૨ વર્ષે મળ્યા. પરિવારને એક જ દિવસે બે ખુશીનાં સમાચાર પ્રાપ્ત થયા. પરિવારની કરૂણતાનો અંત આવ્યો.
પરિવારનાં તેના ભાઇ દેવેન્દ્ર અને તોતારામ તેને લેવા ભુજ આવી પહોંચ્યા ૧૨-૧૨ વર્ષે મિલન થતાં દરેકની આંખો અશ્રુભીની બની. ભાઇઓ તેને ભેટી પડ્યા. આખરે ૧૨ વર્ષ પછી તે ૫૦ વર્ષનો થઇને ઘરે પહોંચ્યો છે. પરિવારમાં ખુશી છવાઇ છે.
માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, પ્રતાપ ઠક્કર, જયેશ લાલન, દિલીપ લોડાયા, વિજય ગાલા, વાલજી કોલી સહભાગી બન્યા હતા.
સેવાશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ યુ.પી. પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું. એજ દિવસે ત્યાં એનાં પુત્રને ત્યાં બાળકનો જન્મ થયો. અહીં ગુમ પિતા ૧૨ વર્ષે મળ્યા. પરિવારને એક જ દિવસે બે ખુશીનાં સમાચાર પ્રાપ્ત થયા. પરિવારની કરૂણતાનો અંત આવ્યો. પરિવારનાં તેના ભાઇ દેવેન્દ્ર અને તોતારામ તેને લેવા ભુજ આવી પહોંચ્યા ૧૨-૧૨ વર્ષે મિલન થતાં દરેકની આંખો
અશ્રુભીની બની. ભાઇઓ તેને ભેટી પડ્યા. આખરે ૧૨ વર્ષ પછી તે ૫૦ વર્ષનો થઇને ઘરે પહોંચ્યો છે. પરિવારમાં ખુશી છવાઇ છે. માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, પ્રતાપ ઠક્કર, જયેશ લાલન, દિલીપ લોડાયા,
વિજય ગાલા, વાલજી કોલી સહભાગી બન્યા હતા

