બિનવારસ લાસોનાં અસ્થિઓનું વિસર્જન કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી બિનવારસ લાસોની શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમવિધિ કરવામાં આવે છે. કોરોનાકાળનાં સવા વર્ષ દરમ્યાન એકઠી થયેલી ૨૬ બિનવારસ લાસોનાં અસ્થિઓ ખારી નદી સ્મશાનગૃહ મધ્યે માટલીમાં ભરીને સાચવીને રાખવામાં આવેલ.

માનવજ્યોત સંસ્થાની ટીમની ઉપસ્થિતિમાં આ અસ્થિઓ ભરેલ માટલીઓને વિસર્જન માટે શ્રી પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રાજેશ જોગી દ્વારા ધ્રબુડી તીર્થે લઇ જવામાં આવેલ. જયાં વસંત મારાજનાં વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ બાદ આ અસ્થિઓનું ધ્રબુડી દરિયામાં વિસર્જન કરવામાં આવેલ. સ્વજનોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ.