જરૂરતમંદ લોકો સુધી ધાબડા પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા જરૂરતમંદ વધુ લોકો સુધી ધાબડા પહોંચાડી તેઓને ઠંડી સામે રક્ષણ અપાયું હતું. 

દાતાશ્રી લાલજીભાઈ શીવજી વેલાણી-માનકુવા, ભક્તિ મહિલા મંડળ-મીરઝાપર, શ્રીમતિ મંજુલાબેન મહેન્દ્રભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ, કાન્તાબેન માવજી હીરાણી-મીરઝાપર,શ્રીમતિ ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર, જયેન્દ્રભાઈ દામજી લોદરીયા-ભુજ, સ્વ. વેલબાઈ કાનજી હીરાણી-માનકુવા, સુમધુર ગ્રુપ-રામપર વેકરા દ્વારા સંસ્થાને ધાબડા મળ્યા હતા. જે ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકો સુધી પહોંચતા કરાયા હતા. 

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનકસિંહ જાડેજાએ સંભાળી હતી.