ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્શ્યોરન્સ ભુજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરાઇ

ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્શ્યોરન્સ ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેનાં એક ભાગરુપે જરુરતમંદ લોકો સુધી કપડા પહોંચાડવા કપડા એકઠા કરી ભુજની સેવાભાવી માનવજ્યોત સંસ્થાને અર્પણ કરાયા હતા. એક પ્રેરણારુપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ.

ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્શ્યોરન્સ ભુજ બ્રાંચ મેનેજર કલ્પેશ પ્રજાપતિ, ટ્રેનીંગ મેનેજર અરુણકુમાર, આસિસ્ટન મેનેજર તબુબેન રાજપુત તથા ગૌરાંગ પટેલ તથા બધા લિડર અને એડવાજર ભુજ બ્રાંચ તરફથી આ સેવાકાર્યમાં જોડાયા હતા.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહે આભારની લાગણી વ્યક્ત કરી હતી.