પિતાની બીજી પુણ્યતિથિએ પુત્ર દ્વારા માનસિક દિવ્યાંગોને સ્વેટર વિતરણ કરાયા

પિતા સ્વ. નારાણભાઇ દેવજી બારોટની બીજી પુણ્યતિથિએ ‘મા ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ’ ના શ્રી મનીષભાઇ બારોટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૩૫ માનસિક દિવ્યાંગોને ઠંડી સામે રક્ષણ આપવા ગરમ સ્વેટરો વિતરણ કરાયા હતા.

આ પ્રસંગે મનીષભાઇ બારોટ, હિતેશભાઇ પટેલ, ભરતભાઇ સોંલકી, જયસિંહ પરમાર, રાજ, રાજલ, દર્શરાજ ઉપસ્થિત રહ્યા હતા. માનસિક દિવ્યાંગોએ સ્વેટર પહેરી ખુશી વ્યક્ત કરી હતી. માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ આભાર માન્યો હતો.

વ્યવસ્થામાં પંકજ કરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલી, રાજેશ જોગીએ સહકાર આપ્યો હતો.