સૂકોનાસ્તો તથા થેપલા પેકેટો ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચ્યા

‘‘તૌકતે,, વાવાઝોડાની સંભાવના વચ્ચે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તૈયાર કરવામાં આવેલા સૂકા નાસ્તા તથા થેપલા પેકેટો ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચાડવામાં આવ્યા હતા.

થેપલા માટે સુપર સન્ડે ગ્રુપ – વર્ધમાનનગર, ધારા મહેતા, મનીષ મહેતા, ગંગાબેન લોડાયા, કંકુબેન રબારી, ભાવિકાબેન ગાંધી, પારસભાઇ વોરા તથા આદિનાથ મહિલા મંડળ-વર્ધમાનનગરનો સહયોગ પ્રાપ્ત થયેલ. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, રાજેશ જોગીએ સંભાળી હતી.