હરિયાણાનાં રોતક જીલ્લાનાં ગંધારા ગામનો ૫૦ વર્ષિય સુભાષ ઘરેથી ખેતરે જાઉં છું તેવું કહીને નીકળેલો. ત્યાર પછી તે ટ્રેન મારફતે જુદા-જુદા રાજ્યોમાં સતત ચાર વર્ષ સુધી રખડતો-ભટકતો રહ્યો હતો. પિરવારજનો તેને શોધવા પાછળ છ લાખ ખર્ચી નાખ્યા. ઘરે તેની પત્ની અને પુત્રો રાહ જોતા રહ્યા હતા.
ભુજ રેલ્વે સ્ટેશન બહારથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી તેની સારવાર શરૂ કરાવી હતી. માત્ર ૧૦ દિવસમાં તે સ્વસ્થ બન્યો હતો. તેની પાસેથી મળેલ માહિતીનાં આધારે આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વમાંએ હરિયાણા પોલીસનો સંપર્ક કરી તેનું ઘર અને પરિવારજન શોધી કાઢતાં પરિવારજનોએ વીડીયો કોલ થી ઓળખ કરાવી તુરત જ પોતાનાં વાહનથી હરિયાણથી ભુજ આવવા નીકળી પડ્યા હતા. બીજા દિવસે ભુજ આવી આશ્રમ સ્થળે પહોંચી પોતાનાં પરિવારની વ્યક્તિને ઉંચકી ગલે લગાડતાં સૌની આંખો અશ્રુભીની બનીહતી. સુખી સંપન્ન પરિવારે જણાવ્યું હતું કે, ૩ પુત્રો પૈકી સૌથી નાના પુત્રનું આસ્માતમાં મૃત્યુ ચાં સુધાર્થે માનસિક સમતુલા ગુમાવી હતી. આજે ૪ વર્ષથી પત્ની બાળકો સુભાષ ઘરે આવવાની રાહ જોઇ બેઠા છે. આખરે ભુજથી માનવજ્યોત સંસ્થાનો ફોન આવતાં પરિવારજનોમાં ખુશીનું મોજું છવાયુંહતું, પરિવારનાં તેનાં ભાઈ અને બંને પુત્રો પોતાના વાહનમાં સુભાષને હરિયાણા તેડી ગયા હતા. માનવજ્યોતનો આભાર માન્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પંકજભાઇ કુરૂવા, જયેશ લાલકા, દિલીપ લોડાયા, વાલજી કોલી, આનંદ રાયસોની તથા કાર્યકરો સહયોગી બન્યા હતા.

