ભાઇ-બહેનનાં પવિત્રપ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગોનાં કાંઠે રક્ષાબાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ શરણાઇ સાથે વાજતે ગાજતે આવી પહોચી હતી.
કાર્યક્રમનું અતિથિવિશેષ પદ કેરાના જયંતીભાઇ પટેલ,રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, નીતિન ઠક્કરે શોભાવ્યું હતું.
કાર્યક્રમનાં માર્ગદર્શક અને સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે કોમી એકતા અને ભાઇચારાનો સંદેશો આપતા રક્ષાબંધન પર્વનું પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું.
હાથમાં દિપકની જ્યોત, ચોખા, રાખડી, કુમકુમ તિલક, મીઠાઇ સાથેનો પૂજા થાળ લઇ એકી સાથે માનસિક દિવ્યાંગ દર્દીઓને જાગૃતિબેન વકીલ, કલ્પનાબેન ચોથાણી, નશીમબેન લોહાર, મેમુનાબેન સમા, હફીઝાબેન સમા, મધુબેન પરમાર, સાવિત્રીબેન રાજગોર, રહેમાબેન સમા, બિંદીયાબેન પંડયા, જેનાબાઈ મલેક, ઉમિલાબેન અબોટી, મૈત્રીબા એચ. જાડેજા, આરતીબેન જોષી, રૂકસાના બ્લોચ, હસીલાબેન રહેમતુલા, કમળાબેન ગોર, સોનલબેન લોડાયા, કુમકુમ તિલક કરી, ચોખા ચોડી, આરતી ઉતારી તેઓનાં હાથનાં કાંઠે રક્ષાબાંધી, મીઠું મોઢું કરાવી તેઓ જલ્દી તંદુરસ્ત અને સ્વસ્થ બને અને પરિવાર સાથે તેમનું ફેર મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. માનસિક દિવ્યાંગ દર્દીઓને પણ પોતાની બહેનોની યાદ આવી હતી. અને તેઓની આંખો આંસુથી ભીજાઇ ગઇ હતી. માનસિક દિવ્યાંગદર્દીઓને પરિવાર, ઘર તથા રક્ષાબંધન પર્વની યાદ તાજી થાય તેવા ઉદેશ સાથે આ કાર્યક્રમ ઘોજાયો હતો. માનસિક દિવ્યાંગ ભાઇઓના કાંઠે માનસિક દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાધી હતી.
શ્રી કબીર મંદિર-ભુજ, જીત દીલીપભાઈ શાહ-ભુજ, વિમલાબેનનેભવાની ભુજ, પ્રવિણભાઈ ડાહ્યાલાલ ચૌહાણ ભુજ તરફ થી માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ.
આ પ્રસંગે મુસ્લિમ સમાજની બહેનોએ જણાવ્યું હતું કે, અમે રક્ષાબંધન તહેવારની આતુરતાથી રાહ જોતા હતા. રક્ષાબંધનને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનીએ છીએ. હિન્દુ મુસ્લિમ દરેક પર્મ એક સમાન છે. રક્ષાબંધન તહેવાર કોમી એકતાનું પ્રતિક છે. આપણે બધા એક છીએ. સર્વ ધર્મ સમાન છે.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે કરેલ. જયારે આભારવિધિ શંભુભાઇ જોશીએ કરેલ. વ્યવસ્થામાં રફીક બાવા, આનંદ રાયસોની, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, જયેશ લાલકા, રીતુબેન વર્મા, ઇરફાન લાખા, હિતેશ ગોસ્વામી, જયેશ લોડાયા, મનીષ મારાજએ સહકાર આપ્યો હતો.

