માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓને પગભર કરવાનાં ઉદ્દેશ સાથે દાતાશ્રી અમૃતબેન નારાણભાઇ મેપાણી સૂરજપરનાં સહયોગથી ૧૦ મહિલાઓને સિવણ મશીન અર્પણ કરાયા હતા. દાતાશ્રી ડાયલાન નયના રાકેશ જેઠવા તથા પાર્વતીબેન અશ્વિનભાઇ જેઠવાનાં સહયોગથી બે ગંગા સ્વરૂપ મહિલાઓને સિવણ મશીન તથા બે દિવ્યાંગોને ીલચેર અર્પણ કરાઇતી. દરેક મહિલાઓને ઠંડા પાણીનાં માટલા પણ અપાયા હતા.
પ્રારંભે સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરે જણાવ્યુંહતું કે, દાતાશ્રીઓનાં સહયોગથી અત્યાર સુધી પ૨૭ ગંગા સ્વરૂપ મહિલાઓને સિવણ મશીન આપવામાં આવ્યા છે. દાનાશ્રીઓનાં સહયોગથી સંસ્થા દ્વારા જરૂરતમંદ ગંગા સ્વરૂપ મહિલાઓને સિવણ મશીનો અપાયા છે. જેથી આ મહિલાઓ ઘેર બેઠા સિલાઇનું કામ કરીપોતાનું ગુજરાન ચલાવી શકે છે. આ પ્રસંગે સુરેશભાઇ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી મહિલાઓને સમાજમાં ગૌરવભેર આનંદથી જિંદગી જીવવા સમજ આપી હતી.
રમેશભાઇ માહેશ્વરી, આનંદ રાયસોની, નીતીનભાઇ ઠક્કર, જેરામ સુતાર, દીપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, ડો. પ્રતિક્ષાબેન પવાર, ઇલાબેન વૈષ્ણવે વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.

