ભુજ તાલુકાનાં ઝીંકડી ગામે મિશન મંગલમ્ યોજનાનાં સખી મંડળનાં બહેનો તથા પરમેશ્વર સખી મંડળ અને ઝીંકડી ગામવાસીઓએ ૩૦૦ જણાંની તૈયાર રસોઇ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં ભુજ વિસ્તારમાં જરૂરતમંદોનાં ઝુંપડે જઇ આ રસોઇ વિતરણ કરતાં ગરીબોનાં પેટનો ખાડો પૂરાયો હતો. ઝીંકડી ગામનાં બહેનો સાથે મળી ડીસ્ટન્સ જાળવી રસોઇ તૈયાર કરી માનવતાનાં આ કાર્યમાં સહયોગી બન્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે સૌ ગામવાસીઓ અને સખી મંડળનો આભાર માન્યો હતો. નાગોર, લોડાઇ તથા કેશવનગર ગામવાસીઓ આ સેવાયજ્ઞમાં જાડાઇ ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છે.