નારાયણ સરોવરમાંથી મળેલો મધ્યપ્રદેશનો રસીદખાન ઉં.વ. ૫૪ ત્રણ વર્ષ પછી મધ્યપ્રદેશ પોતાનાં પરિવાર સુધી પહોચશે. નારાયણસરોવર-કોટેશ્વર-માતાનાંમઢ ગયેલી માનવજ્યોતની ટીમને નારાયણસરોવરમાંથી થોડી માનસિક સ્થિતિ ગુમાવી બેઠેલો રસીદખાન નજરે ચડ્યો હતો. અહીં તે દરેકના કામો કરતો. બે વર્ષ નારાયણ સરોવરમાં રહ્યો.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે તેની પૂછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે, મને ઘરે જવું છે. જેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે લઇ જવામાં આવેલ. તેની પાસેથી મળેલી માહિતીનાં આધારે આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી સાગર જીલ્લામાં તેનું ઘર શોધી કાઢેલ તેની પત્ની તથા બે બાળકો તેની ઘરે આવવાની ૩ વર્ષથી રાહ જોઇ ભેઠા છે. રસીદખાનનાં પરિવારજનો તેને તેડવા ભુજ આવી પહોંચશે. ત્રણ વર્ષ પછી પરિવાર સાથે તેનું મિલન થશે.
માનવતાનાં આ કાર્યમાં પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, કલ્પનાંબેન લાલન, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો

