માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા છે.
કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગો જ્યારે માનવજ્યોત સંસ્થા સુધી પહોંચે છે ત્યારે સેવાશ્રમ સ્થળે આવા માનસિક દિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે.
માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને દરરોજ યોગા કરાવવામાં આવે છે. ટી.વી.નાં સારા-સારા કાર્યક્રમો બતાવવામાં આવે છે. કેરમ, ફુટબોલ, વોલીબોલ, ક્રિકેટ જેવી રમતો પણ રમાડાય છે.
સંગીત અને નૃત્યનાં શોખીન માનસિક દિવ્યાંગોને રાસ-ગરબા તેમજ સંગીત પણ શીખાડવામાં આવે છે.
સેવાશ્રમનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ રીતુબેન વર્મા, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા , વિનોદ મારાજ, મનીષ મારાજ, દીપક મોમાયા આ સેવાકાર્યમાં સહયોગી બની રહ્યા છે.

