માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનું પી.કે.લહેરી સાહેબનાં વરદ્ હસ્તે સન્માન કરાયું

ગાંધી જયંતિ નિમિત્તે માનવજ્યોત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ તથા જીવન જ્યોત કેન્સર રિલીફ એન્ડ કેર ટ્રસ્ટ મુંબઇ દ્વારા જૈન ભવન પાલડી મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યની વિવિધ સેવાભાવી સંસ્થાઓનું બહુમાન કરવામાં આવેલ. ગુજરાત સરકારના પૂર્વ અગ્રસચિવ શ્રી પી.કે. લહેરીસાહેબ, કુલીનકાન્તભાઇ લુઠીયા, હરખચંદભાઇ સાવલા, પ્રતાપભાઇ દંડ, મુળરાજભાઇ હરિયાણી, જીતુભાઇ શેઠ, અચૂતભાઇ મહેતા, પરષોત્તમભાઇ પંચાલ, નાનકભાઇ ભટ્ટ તથા મહેન્દ્રભાઇ સિંધીની ઉપસ્થિતિમાં શ્રી પી.કે. લહેરી સાહેબનાં વરદ્ હસ્તે ગુજરાતની સેવાભાવી સંસ્થાઓનું બહુમાન કરી ચેકો અર્પણ કરાયા હતા. ભુજની માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરનું શ્રી પી.કે. લહેરી સાહેબનાં વરદ્ હસ્તે બહુમાન કરી રૂા. ૨૫ હજારનો ચેક સંસ્થાને અર્પણ કરવામાં આવેલ. માનવજ્યોત ભુજની સમગ્ર કચ્છમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવેલ.