માનવજ્યોતને શીકબેક વસ્તુઓ અર્પણ કરાઇ

પ્રેરણા મહિલા મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને વ્હીલચેર-વોકર જેવી દર્દીઓને ઉપયોગી શીકબેક વસ્તુઓ અર્પણ કરાઇ હતી.

વંદનાબેન ભાવસાર, મીરાંબેન જેઠી, નયનાબેન ગોસ્વામી, હંસાબેન ખત્રીનાં વરદ્ હસ્તે વસ્તુઓ સ્વીકારી માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિલીપ સાયલાએ આભાર વ્યક્ત કર્યો હતો.