કચ્છ પધારેલા પ્રખર રામાયણી સંત શ્રી પ.પૂ. મોરારીબાપુએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પાવન પગલા પાડી માનસિક દિવ્યાંગોનાં ખબર-અંતર પૂછી રાજીપો વ્યક્ત કર્યો હતો. પૂજ્ય શ્રીએ જણાવ્યું હતું કે, આશ્રમનાં પ્રારંભે આવી શકયો નથી. પણ આજે આવીને રાજી થયો છું. આપ બધા આટલી સુંદર પ્રવૃત્તિ કરો છો જેની મને ખુશી છે.
ધર્મનાં ઘણાં અર્થ થાય છે. આ દુનિયામાં બધાય ધર્મોમાં કઠીનમાં કઠીન કોઇ ધર્મ હોય તો એ સેવાધર્મ છે. માણસ દાન આપે દાતાર બની જાય. માણસ જગ્યા આપે એક ભવન નિર્માણ થઇ જાય બધું તુલનામાં સરલ છે. પણ આપતો અનેક પ્રકારની સેવાઓ કરો છો એ જાણી આનંદ થાય છે.
પૂ. મોરારીબાપુનું સંસ્થાનાં માર્ગદર્શક શ્રી તારાચંદભાઇ છેડા તથા શ્રી પ્રબોધ મુનવરે હાર-સાલથી સન્માન કર્યું હતું. સુરેશભાઇ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ “વૈષ્ણવજન તો તેને કહીએ,, ફોટો ફ્રેમ અર્પણ કરી હતી. જે એમણે નજરે નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.
આ અવસરે અબડાસા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ઝીકડીના સરપંચ શ્રી વાલાભાઇ આહિર, વસંતભાઇ અજાણી, ઘનશ્યામભાઇ જાષી, લોક ગાયક રાજેન્દ્રભાઇ ગઢવી, માવજીભાઇ આહિર તથા ધર્મ પ્રેમી ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.
વ્યવસ્થામાં ગુલાબ મોતા, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટિયા, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, મુરજીભાઇ ઠક્કર તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.

