૧૪ વર્ષીય બાળા માનકુવાથી ખત્રી તળાવ નિર્જન રસ્તે તેને એકલી પગે ચાલતી જોઈ માનવજ્યોતનાં કેરા રહેતા શ્રી સહદેવસિંહ જાડેજાએ તેની પૂછપરછ કરતાં તેણે ગામવડેલી તાલુકો શંખેડી જિલ્લો છોટા ઉદેપુર જણાવ્યું હતું. અને હાલ તે મીરઝાપરનાં પટેલની માનકુવા આવેલ વાડી ઉપર રહે છે. તેને એક ભાઈ અને એક બહેન છે. ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થતાં ભાઇ ભારાપરથી કોટડા રોડ ઉપર તેના ફઈનાં ઘરે ચાલ્યો ગયેલ. ઝઘડો કરેલ ભાઈની યાદ આવતાં બેન વાડીમાં એરંડા ઉતારતા મા-બાપને કહ્યા વિના ભાઈને મળવા ભારાપર-કોટડા વાડીએ જવું છે તેવા રટણ સાથે પગે ચાલીને નીકળી પડી. સુમસામ રસ્તાઓ ઉપર તે એકલી-અટુલી બની ગઈ. તેને સુમસામ રસ્તે એકલી અટુલી જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા માનવજ્યોતનાં શ્રી સહદેવસિંહ જાડેજા (કેરા), રાજેશરામહિંમતરામસાધુ (કોટડા) તથા બળદીયા ગામનાં કોન્ટ્રાકટર ફકીરમામદ જુમા (મથડા) એ તેની પૂછ-પરછ કરી તેને પાણીની બોટલ આપી ભૂખી-તરસીને મદદ કરી. તેની પાસેથી માહિતી મેળવી તેનાં માતા-પિતાને જાણ કરતાં તેનાં પિતાને બોલાવી દીકરીને સોંપી. પિતાએ કોટડા વાડીએ ભાઈ-બહેનનું ફઇનાં ઘરે જઈ મિલન કરાવ્યું. દીકરી કોઈ વાસના ભૂખ્યાનો ભોગ બને તે પહેલાં જ માનવજ્યોતનાં શ્રી સહદેવસિંહ જાડેજા (કેરા)એ માનવતાભરી કામગીરી કરી દીકરીને બચાવી લીધી હતી.

