ભુજ-માધાપર સર્વોદય મહિલા મંડળનાં 40 બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ભજન-કિર્તન-સત્સંગની રમઝટ જમાવી હતી. મંડળનાં બહેનો રાસ-ગરબા-દુહા-છંદ સાથે નાચી ઝુમી ઉઠયા હતા. મંડળના પ્રમુખ ઉષાબેન મચ્છર તથા સર્વે સભ્યોએ ભારે રમઝટ જમાવી હતી. કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતિ ગોદાવરીબેન ઠક્કર સહિતના બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો રાસ ગરબામાં માણ્યા હતા.
સર્વોદય મહિલા મંડળના બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને સ્વહસ્તે ભોજન કરાવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે મંડળનાં બહેનોને સંસ્થાની પ્રવૃત્તિઓની સમજ પૂરી પાડી હતી. વ્યવસ્થામાં પંકજ કુરુવા, દિલીપ લોડાયા, રીતુબેન વર્મા, વાલજી કોલી, નરેન્દ્ર પાનપરીયા, વિનોદ મારાજે સહકાર આપ્યો હતો.