રીજેન્ટા રીસોર્ટ ભુજ દ્વારા ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિન તથ્ય ભુકંપની વરસી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને હોટેલનું તાજું ખાણું પીરસવામાં આવેલ. દિવ્યાંગોને સંચાલકોએ સ્વહસ્તે ભોજન કરાવેલ. હોટેલનું ભોજન જમી માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. આ અનોખી પહેલને માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે બિરદાવી હતી. હોટેલનાં જનરલ મેનેજર પપુ ભારથી, ઇનાયત મેમણ, સુરેશ સ્વામિ, રવિ યાદવ, મોહિત ગૌતમ સાથે રહ્યા હતા.
વ્યવસ્થામાં શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, મધુભાઇ ત્રિપાઠી, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, વિજય ગાલાએ સહકાર આપ્યો હતો.

