છેલ્લા કેટલાકદિવસોથી કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદમાં પક્ષીઓને પણ ખાવા ચણનો દાણો મળે અને રહેવા સુરક્ષિત ઘર મળે એ દિશામાં પણ માનવજ્યોત સંસ્થાએ સુંદર કાર્યક્યું છે.
રૂપકડું માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂક્યું છે. ભુજ અને કચ્છભરમાં ઠેર-ઠેર ચકલીઓ માટે માનવજ્યોત સંસ્થાએ ચકલીઘરો લટકાવ્યા છે. જેનાં સુંદર પરિણામો આવ્યા છે. આ વરસતા વરસાદમાં પણ ચકલીઓ માટીનાં ચકલીઘરોમાં સુરક્ષિત છે. માનવજ્યોતનાં જીવદયાનાં આ કાર્યમાં વિવિધ મહિલા મંડળો અને યુવક મંડળો પણ જોડાયા છે. અનિતાબેન ઠાકુર, ઈન્દુબેન ઠક્કર, હફીઝાબેન સમા, માલતીબેન ઉમરાણીયા, નૂતનબેન હરેશ ઠક્કરે જુદા-જુદા વિસ્તારોમાંવિતરણ વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો.
વરસતું વરસાદ પૂરો થાય કે તરત જ આવા પક્ષીઓને ચણ નાખો. ચકલી-કબૂતર જેવા પક્ષીઓ તથા અબોલ પશુ-પક્ષીઓ ભૂખ્યા ન રહી જાય એમને નિત્યક્રમની જેમચોખા-બાજરી જેવા ચણ અવશ્ય આપો. જીવદયાનાં આ કાર્યને નિત્યક્રમરૂપે જાળવી રાખવા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ જીવદયા પ્રેમીઓને વિનંતી કરી હતી.

