આર.ટી.ઓ. સર્કલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં ૧૫૦ મહિલાઓને સાડીઓ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ શહેરનાં આર.ટી.ઓ. સર્કલ પાસે ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જરૂરતમંદ ૧૫૦ મહિલાઓને સાડીઓનું વિતરણત કરવામાં આવેલ.

પૂર્વ નગર સેવીકા ઇન્દુબેન ઠક્કર, માલતીબેન ઉમરાણીયા, નૂતનબેન ઠક્કર વ્યવસ્થામાં મદદરૂપ બન્યા હતા. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી.

પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, મુરજીભાઇ ઠક્કર, જેરામ સુતારે સહકાર આપ્યો હતો.