અયોધ્યા મધ્યે પ્રભુ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ભુજ અને ભુજ વિસ્તારમાં મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. ભોજન વધી પડયાનાં માનવજ્યોત સંસ્થાને ૩૧ ફોન આવ્યા હતા. સંસ્થા દ્વારા બપોરનાં ૧૨ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી વધી પડેલી રસોઇ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે વિતરણ કરાતાં ૮૫૦૦ ગરીબો સુધી મહાપ્રસાદ પહોંચતા આ પરિવારોએ પણ શિરો-પૂરી-દાળ-ભાત-શાક-બુંદી-ફુલવડી સાથેનું ભોજન જમી અયોધ્યા પ્રતિષ્ઠા પ્રસંગ ઉજવ્યો હતો.
સંસ્થા દ્વારા ભુજની ચારે દિશામાં અને ભુજ વિસ્તારનાં ગામડાઓમાંથી આ મહાપ્રસાદ એકઠો કરાયો હતો. માનવજ્યોતનાં વાહનો મહાપ્રસાદનાં આયોજકોનાં રસોડા સુધી પહોંચ્યા હતા. ગરમા-ગરમ ભોજનની રસોઈ ભરી ગરીબોનાં ભુંગા-ઝુંપડાઓ સુધી પહોંચાડી હતી. જેથી અનેક ગરીબોનો જઠારાગ્નિ ઠર્યો હતો.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, દિપેશ ભાટીયા, અક્ષય મોતા તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી

