માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી સંસ્થાનાં શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોની વચ્ચે કરવામાં આવી હતી. પ્રેમજી દેવશી ભૂડિયા માધાપર તથા રાધાબેન લક્ષ્મણ કેરાઈ મીરઝાપર દ્વારા ટેમ્પો ભરી લીલોચારો ગાય માતાઓને નીરણ નાખી, શ્રી રામભરોસે પક્ષીઓને ચણ નાખી મકરસક્રાંતિ પર્વની ઉજવણીનો જીવદયા કાર્યો સાથે પ્રારંભ કરાયો હતો.
વિનોદભાઈ દેવજી પિંડોરિયા-માધાપરનાં સહયોગથી વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા, જયારે માનસિક દિવ્યાંગોને દિવસભરનું ભોજન કરાવાયું હતું. જે માટે તૈયાર રસોઈ બનાવી આપવામાં આવેલ.
શ્રમજીવીકોને ભોજન, બાળશ્રમયોગીઓને ભોજન, રંક બાળકોને ભોજન, રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગો માટે તૈયાર રસોઈ કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, પાર્શ્વનાથનગર સોસાયટી-માધાપર, આઇયા નગર મહિલા મંડળ-માધાપર દ્વારા માનવજ્યોતને મળેલ. જે રસોઈ ગરીબોનાં ઝુંપડે પહોંચાડવામાં આવતાં એક હજાર ભૂખ્યા લોકોને ભોજન પીરસાયું હતું. અનેક ગરીબોનાં ઝુંપડે તૈયાર રસોઇ પહોંચી હતી.
લાલજીભાઈ શીવજી વેલાણી-માનકુવા, ભક્તિ મહિલા મંડળ-મીરઝાપર, ખોજા શીયા ઈસ્ના અશરી જમાતનાં ડોનરો કેરા, નારાણપર પસાયતી ઘનશ્યામબાળ-બાલિકા મંડળ-નારાણપર, ડો. હિતેશભાઈ લખમણ વરસાણી, સ્વ. દેવરાજ કાનજી ભુડિયા-માનકુવા, પરબતભાઇ હરજી પિંડોરીયા-માધાપર, સુમધુર ગ્રુપ-રામપર વેકરા, સોરઠીયા બળવંતભાઈ દયારામ નાગોરે સંસ્થાને રાશન અર્પણ કર્યું હતું.
મનજી કલ્યાણ હીરાણી, સામુબેન મનજી હીરાણી, જશુબેન દિનેશ ખેતાણી-સુખપર, શ્રી હરી ડ્રેસીસ, લાભુભાઈ સુખપર દ્વારા સંસ્થાનાં માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો અર્પણ કરાયા હતા. ભાનુશાલી યુવા ગ્રુપ-માધાપર, ભુજ સારસ્વત બ્રહ્મ સમાજ મહાસ્થાન મહિલા મંડળ-ભુજ, સુમધુર ગ્રુપ-રામપર વેકરા, ભક્તિ મહિલા મંડળ-મીરઝાપરે ગ્રુપ સાથે સંસ્થાની મુલાકાત લીધી હતી અને આશ્રમનાં માનસિક દિવ્યાંગોને મદદરૂપ બન્યા હતા.
દેવ્યાનીબેન એસ. દવે, ભાગ્યવંતીબેન કાંતિલાલ ખંડોલ-વોંધ-ભુજ, ગોવિંદભાઈ કેશરા મેપાણી-સૂરજપર, કલ્પેશભાઈ તથા પ્રિતેશભાઈ ભાવાણી–આણંદસર, સ્વ. પ્રવિણચંદ્ર મંગલદાસ ઠક્કર, શામજી કરશન કેરાઈ-સૂરજપર, સ્વ. દામજી વીરજી પરમાર-કુકમા, સ્વ. ડાહીબેન પુરષોત્તમદાસજી સાધુ-માંડવી, મંજુલાબેન હરજી કેરાઈ, લક્ષ્મીબેન રવજી હાલાઈ-લંડન, ગોવિંદભાઈ વિશ્રામ ખોખાણી-માધાપર, હેતલબેન અરવિંદ ખેતાણી-સુખપર, અનિ. ભારતીબેન નરેન્દ્ર મેઘજી સોનાઘેલા-ભુજ, અરજણ વીરજી ભુડીયા-માધાપર, સ્વ. જટુભા દાદા-વરલી, બુધરલ મંગતમલ એન્ડ સન્સ, તારાચંદભાઇ જગશી છેડા-પરિવાર-ભુજ, મંજુલાબેન હરજીભાઈ કેરાઈ, દેવુબેન વિશ્રામ મેપાણી, પુરબાઈ દેવશી ભુડિયા-માધાપરવાલા અન્નદાન અને ભૂખ્યાને ભોજન કાર્ય માટે સહભાગી બન્યા હતા.
વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની,દિપેશ શાહ, રફીક બાવા, મુરજીભાઈ ઠક્કર, વનરાજસિંહ જાડેજાએ સંભાળી હતી.

