શ્રાદ્ધ નિમિત્તે પરશુરામમહિલા મંડળ – ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે પરશુરામમહિલા મંડળ ભુજ દ્વારા સેવાશ્રમનાં મસ્તરામોને ભોજન કરાવવામાં આવેલ. પરશુરામમહિલા મંડળનાં જિલ્લા પ્રમુખ દિપ્તીબેન ગોરનું માનવજ્યોત સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇજોષી, આનંદ રાયસોની આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ધવલભાઇ વ્યાસ, મીતાબેન ગોર, નિશાબેન માલાણી, અલ્પાબેન રાવલનું પરશુરામમહિલા મંડળ દ્વારા પ્રતિક ભેટ સાથે સન્માન કરાયું હતું. પ્રદેશ પ્રમુખ કલ્પનાબેન જોશી, જિલ્લા મહામંત્રી રીટાબેન પંડયાનો સહયોગ મળ્યો હતો. જિલ્લા ઉપપ્રમુખ શિલ્પાબેન, હેતલબેન ગોર, અલ્પાબેન પાંધી, રક્ષાબેન ઠાકર, સરોજબેન શુકલા, એસ.જે. ગોર સહિતનાં મંડળનાં સર્વે સભ્યો જોડાયા હતા. માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમઅને માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવવામાં આવેલ. શ્રાદ્ધ નિમિત્તે પરશુરામમહિલા મંડળ ભુજ દ્વારા આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભાવતાં ભોજનીયા સ્વહસ્તે જમાડવામાં આવેલ.